ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના બજારોમાં પતંગ-દોરાની ખરીદીમાં મંદીનો માહોલ - Surendranagar kite news

સુરેન્દ્રનગર: ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદી જોવા મળી રહી છે, પરંતુ અંતિમ દિવસોમાં ઘરાકી વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

market
સુરેન્દ્રનગર

By

Published : Jan 13, 2020, 3:16 PM IST

હિન્દુ ધર્મમાં બધાજ તેહેવારોનુ આગવું મહત્વ રહેલુ છે, ત્યારે નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એવા ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. ગત વર્ષની સરખામણીમાં પતંગ અને દોરાના ભાવોમાં ખાસ વધારો જોવા મળી રહ્યો નથી. વેપારીઓએ પતંગ અને દોરીનો સ્ટોક તો કરી નાખ્યો છે, પરંતુ ઘરાકી ન રહેતા હાલ ચિંતિત છે. તેમજ છેલ્લા દિવસોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડશે. તેવી આશંકાઓ પણ વેપારીઓ સેવી રહ્યા છે.

સુરેન્દ્રનગરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદી

ઉતરાયણ પર્વની નાના ભુલકાઓ સહિત મોટેરાઓ આતુરતાથી રાહ જોતા હોઈ છે, ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે. ઝાલાવાડવાસીઓ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર પટેલ, બુલેટ ટ્રેન, સહિત ડોરેમેન, છોટાભીમ સહિતની પતંગો અને યુસુફ, ભગવાન, સુરતી મારો, બરેલી દોરીનો ક્રેજ જોવા મળે છે. ભાવ વધારો હોવા છતા લોકો મન મુકીને પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યાં છે. ત્યારે અગામી ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ અને દોરીનો યુદ્ધ જોવા મળશે. તેમજ સમગ્ર માહોલ એ.....કાપ્યો..છે...ના નાદ સાથે ગુંજી ઉઠશે...

ABOUT THE AUTHOR

...view details