- લીંબડી ખાતે રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી કરાઈ
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત
- વિવિધ વિકાસ કાર્યોના ચેક વિતરણ કરવામાં આવ્યા
લીંબડી : રૂપાણી સરકારની ૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઠમા દિવસે ‘શહેરી જન સુખાકારી દિવસ’ નિમિત્તે સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી, 5000 હજાર કરોડથી પણ વધુની રકમના કામોનું લોકાર્પણ
વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મનદીપ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કામોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે રાજ્યની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ, જ્યારે જિલ્લાની વિવિધ નગરપાલિકાના વિકાસના કામોના ઈ-લોકાપર્ણનું કાર્ય નાયબ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખ તેમજ જિલ્લાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન