- મહીસાગરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને બીજા ડોઝના રસીકરણનો પ્રારંભ
- લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 139 આરોગ્ય કર્મચારીઓને રસી અપાશે
- ડૉક્ટર્સ દ્વારા રસી સંપૂર્ણ સુરક્ષિત, કોરોના રસી મૂકાવ્યા બાદ કોઈ આડ અસર થતી નથી
મહીસાગર : કોરોના સામે રક્ષણ માટે કોરોના રસીરકણનો પ્રારંભ સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં 16 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં મહીસાગર જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓને કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
139 આરોગ્ય કર્મચારીઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે