ગુજરાત

gujarat

ETV Bharat / state

સાયલાનાં નિનામા ગામનાં શિક્ષક બન્યાં અસ્પૃશ્તાનો ભોગ, જાણો શું છે ઘટનાં... - શિક્ષક કનૈયાલાલ બારૈયા

સમગ્ર દેશમાં એક તરફ સમાનતાં અને એકતાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ દેશ સહિત ગુજરાતમાં ક્યાંકને ક્યાંક અસ્પૃશ્યતાનાં બનાવો હજુ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા તાલુકાનાં નિનામા ગામમાં બન્યો છે જેમાં અનુસૂચિત જનજાતિનાં શિક્ષક અસ્પૃશ્તાનો ભોગ બન્યાં છે.

સાયલાનાં નિનામા ગામનાં શિક્ષક બન્યાં અસ્પૃશ્તાનો ભોગ, જાણો શું છે ધટનાં...
સાયલાનાં નિનામા ગામનાં શિક્ષક બન્યાં અસ્પૃશ્તાનો ભોગ, જાણો શું છે ધટનાં...

By

Published : Nov 1, 2021, 10:05 PM IST

  • વાલ્મિકી સમાજનાં શિક્ષક કનૈયાલાલ બારૈયા છેલ્લા એક વર્ષથી શાળામાં ફરજ બજાવે છે
  • સરકારી શાળામાં દરરોજ ૧૫૦ કિલોમીટરનું અંતર કાપી ફરજ બજાવે છે
  • શિક્ષક વાલ્મીકી સમાજનાં હોવાથી ભાડે મકાન આપવાનો ઇન્કાર કર્યો

સાયલા : સાયલા તાલુકાનાં નિનામા ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા અનુસૂચિત જનજાતિ પૈકી વાલ્મિકી સમાજનાં શિક્ષક કનૈયાલાલ બારૈયા છેલ્લા એક વર્ષથી ગામની શાળામાં ફરજ બજાવે છે. પરંતુ તેમની સાથે નિનામા ગામના મહિલા સરપંચ અને ગ્રામજનોએ જાતીય ભેદભાવ રાખી અપમાનજનક વર્તન કર્યું હતું. નિનામા ગામે ભાડે‌ મકાન રાખવાનુ નક્કી કરતા ગામમાં મકાન અંગે તપાસ કરતા મહિલા સરપંચ અને ગ્રામજનોએ શિક્ષક વાલ્મીકી સમાજના હોવાથી ભાડે મકાન આપવાનો ઇન્કાર કર્યો હતો.

સાયલાનાં નિનામા ગામનાં શિક્ષક બન્યાં અસ્પૃશ્તાનો ભોગ, જાણો શું છે ધટનાં...

અસ્પૃશ્યતાનો ભોગ બનતાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી

શિક્ષક અસ્પૃશ્યતાનો ભોગ બન્યા હતા અને હડધૂત થયા હતા. તેમજ નિનામા ગામે ભાડે મકાન ન મળતા છેલ્લા એક વર્ષથી ચુડાના છતરિયાળા ગામથી સાયલાના નિનામા ખાતે આવેલ સરકારી શાળામાં દરરોજ અંદાજે ૭૫ કિલોમીટર એટલે કે આવવાં જવાનું ૧૫૦ કિ.મી અંતર કાપી શાળામાં ફરજ બજાવવી પડે છે. આ અંગે અસ્પૃશ્યતાનો ભોગ બનનાર શિક્ષકે તાલુકા શિક્ષણાધિકારી, પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી બદલીની માંગ કરી હતી પરંતુ શિક્ષકની બદલી અંગે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. આથી શિક્ષકે રાજ્યનાં સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ સહિત મુખ્યપ્રધાનને બદલી કરવાની માંગ કરી છે અને પોતે અસ્પૃશ્યતાનો ભોગ બનતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : શું આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચગશે દલિત અત્યાચારનો મુદ્દો?

આ પણ વાંચો :લક્ષ્મીજીનું પ્રિય કમળ ધનતેરસ આવતાં બન્યું મોંઘુ, ભાવમાં થયો વધારો

ABOUT THE AUTHOR

...view details