સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીયુડીશીની ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી લઈને ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યુ છે ત્યારે વોડૅનં 1ના સભ્યો આક્ષેપ કરી રહ્યાં છે કે વોડૅનં 1 કોંગ્રસના સભ્યો હોવાથી કામ ધીમુ કરી રહયા છે, તો કોન્ટ્રાક્ટર દ્રારા જે રોડ બનાવવામાં આવે છે, તેમાં જરૂરિયાત કરતા ઓછી સીમેન્ટ તેમજ લેવલ વગરનું કામ કરતા હોવાથી કામ બંધ કરાવાયું છે અને જે તે જવાબદાર કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં મુકો અને આગામી સભામાં ઠરાવ કરીને અન્ય કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે તેવી માંગ વોડૅના સભ્યો કરી રહયા છે.
સુરેન્દ્રનગરના વોડૅનં 1ના રોડ રસ્તાની કામગીરી ન થતા લોકોને લોકો ને હાલાકી - vijay bhatt
સુરેન્દ્રનગર: શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી પાણી અને ગટર લાઈનની કામગીરીને લઈને રસ્તાઓ તોડવામાં આવ્યા હતા, જેને લઈને નગરપાલિકા દ્રારા તમામ વોડૅની અંદર રસ્તાઓની કામગીરી ચાલી રહી છે. ત્યારે સ્થાનિકે જણાવ્યું કે રોડ રસ્તાની આડેધડ કામગીરી કરવામાં આવે છે. લોકોને હોસ્પિટલમાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કામની સરખી રીતે દેખરેખ રાખવામાં આવતી નથી.
છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રોડ બન્યા નથી ત્યારે જે કામ થાય તે વ્યસ્થિત કરવામાં આવે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. સમગ્ર ઘટના અંગે વોડૅના ચિફ ઓફીસર સંજય પંડયાને પુછતા જણાવ્યું હતું કે વોડૅની કામગીરી ચાલતી હતી તેમા સભ્યોએ માંગણી કરી હતી કે કામની ગુણવતા અને કામગીરી ધીમી ગતિએ ચાલે છે એવા સંજોગોમાં એ એજન્સી ને બ્લેક લીસ્ટ કરવાની માગણી છે. હાલ તો વોડૅ 1 કામગીરી બંધ રાખેલી છે. આગામી જે બોડૅ થશે એમા નિણૅય લઈને કામગીરી કરવામાં આવશે.ત્યારે હાલ તો કામગીરી બંધ કરાતા સ્થાનિક લોકો મુશ્કેલી નો સામનો કરી રહયા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહયા છે.