ગુજરાત

gujarat

ETV Bharat / state

વઢવાણ નગરપાલિકા વિસ્‍તારમાં જર્જરીત મિલ્‍કતોનો કાટમાળ ઉતારી લેવા કરાયો આદેશ - gujarati news

સુરેન્દ્રનગરઃ વઢવાણ નગરપાલિકા દ્રારા જર્જરીત અને ગમે ત્‍યારે તુટી પડે તેવી ભયજનક મિલકત તુર્તજ ઉતારી લેવી અને ભયમુકત કરવી આગામી ચોમાસાની ઋતુ દરમ્‍યાન ભારે વરસાદના કારણે તુટી પડે તો તેની સીધી જવાબદારી સબંધિત વ્યકતીની રહેશે.

surat

By

Published : Jun 16, 2019, 11:21 AM IST

સુરેન્‍દ્રનગર : વઢવાણ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ જર્જરીત અને ગમે ત્‍યારે તુટી પડે તેવી ભયજનક મિલકત ધારકોને જણાવાયું છે કે, પોતાની જર્જરીત અને ભયજનક મિલકત તુર્તજ ઉતારી લેવી, અથવા જરૂરી રીપેરીંગ કામ દ્વારા ભયમુકત કરવી.

તેમ છતા સંબંધિત મિલકત ધારકો જો પોતાની ભયજનક મિલકત સ્‍વખર્ચે ઉતારી નહીં લે અથવા ભયમુકત નહીં કરે અને આગામી ચોમાસાની ઋતુ દરમ્‍યાન ભારે વરસાદના કારણે ભયજનક મિલકત તુટી પડશે અને માલ-સામાન તથા જાનહાની સર્જાશે તો તેની સીધી જવાબદારી સબંધિત મિલકત ધારકની રહેશે. તેમ ચીફ ઓફિસર વઢવાણ નગરપાલિકા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details