ગુજરાત

gujarat

ETV Bharat / state

કાયદાનું ભાન કરાવવા પોલીસે કર્યું કામ, આરોપીઓ શરમથી થયા પાણીપાણી - સુરેન્દ્રનગરના વેપારી સાથે લૂંટ

સુરેન્દ્રનગરમાં વેપારીને લૂંટનારા 4 આરોપીઓ (Surendranagar Theft Case) સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Joravarnagar Police Reconstruction) કર્યું હતું. આરોપીઓએ પ્લોટના માલિક અને વેપારી અને તેના પરિવારજનોને માર મારી તેમને લૂંટી લીધા હતા.

કાયદાનું ભાન કરાવવા પોલીસે કર્યું કામ, આરોપીઓ શરમથી થયા પાણીપાણી
કાયદાનું ભાન કરાવવા પોલીસે કર્યું કામ, આરોપીઓ શરમથી થયા પાણીપાણી

By

Published : May 31, 2022, 10:11 AM IST

સુરેન્દ્રનગરઃ જોરાવરનગરમાં પોલીસે લૂંટના 4 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Joravarnagar Police Reconstruction) કર્યું હતું. આરોપીઓએ રતનપર બાયપાસ રોડ પર પ્લોટ પચાવી પાડવાના ઈરાદે પ્લોટના માલિક વેપારી યુવાન અને તેના પરિવારજનોને માર (Robbery with a merchant from Surendranagar) માર્યો હતો. સાથે જ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી (Surendranagar Theft Case) હતી. જોકે, આરોપીઓ ભાગી જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

આ પણ વાંચો-loot in Surat : CCTV માં કેદ થઇ ડીંડોલીની બહાદુર મહિલા, પોલીસે વખાણી સતર્કતા

પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન - લોકોમાં કાયદાનું ભાન થાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે આરોપીઓને જવાહર નગર પોલીસ સ્ટેશનથી (Javaharnagar Police Station) ઘટનાસ્થળ સુધી ચાલીને લઈ જઈ રિકન્ટ્રક્શન કર્યું હતું. જ્યારે પોલીસે ચારેય આરોપીઓ રેબલ ગમારા, વિરમ કાળુ કોળી, કાના રાણા ગમારા અને નરેશ વેલા સરૈયાને કાન પકડાવ્યા હતા.

આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા

આ પણ વાંચો-Robbery In Bharuch : સીસીટીવીમાં કેદ રિવોલ્વરની અણીએ લૂંટની ઘટના

આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા - પોલીસે આરોપીઓ સાથે મળીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Joravarnagar Police Reconstruction) કર્યું ત્યારે આસપાસના લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને જોરાવરનગર પોલીસ સ્ટેશનથી ઘટનાસ્થળ સુધી (Robbery with a merchant from Surendranagar) લઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details