રાજકોટમાં રહેતી યુવતીને ચોટીલાના યુવક સાથે મિત્રતા હતી. આ દરમિયાન યુવકે યુવતીના બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. રાજકોટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ચોટીલાના આરોપી એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. યુવકે પીડિતાને PSI બનાવવાની લાલચ આપીને 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, PSI બનાવવાની લાલચ આપી ચોટીલામાં કુકર્મ કર્યું - raped with girl in chotila
રાજકોટઃ છેલ્લા એક મહિનામાં વિવિધ રાજ્યોમાંથી અનેક દુષ્કર્મની ઘટનાએ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. ૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ચોટીલામાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. PSI બનાવવાની લાલચ આપી શખ્સે ૨ લાખ પડાવ્યા હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ થયો પોલીસે શખ્સની અટકાયત કરી છે.
રાજકોટ
યુવકે યુવતીને ધમકી આપી બળજબરીપૂર્વક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ ખોટા નામથી યુવતીને મકાન ભાડે આપવાની વાતચીત કરી તેની સાથે મિત્રતા કરી લીધી હતી. યુવકે પીડિતાને ચોટીલા ખાતે આવેલી એક હોટલમાં બોલાવીને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
Last Updated : Dec 7, 2019, 7:51 PM IST