ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં રાજપૂત મહિલા સંધનું ત્રીજુ અધિવેશન યોજાયુ, 13 જીલ્લાની મહિલાઓ જોડાઈ - surendranagar

સુરેન્દ્રનગરઃ અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરાવામાં આવ્યું છે. આ અધિવેશનમાં ૧૩ જિલ્લાની મહિલા કમિટીઓ પણ જોડાઈ હતી,અને લગભગ ત્રણ હજાર રજપૂતાણીઓ આ અધિવેશનમાં વિવિધ સામાજીક મુદાઓ અંગે ચર્ચા કરી હતી.

sdgg

By

Published : Jun 28, 2019, 11:20 AM IST

આ કાર્યક્રમમાં ખાસ કરીને જે કોર્ટ કેસ છે,તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો આ સાથે સગાઈ તૂટવાના, છૂટાછેડાના રીમેરેજના તથા આંતર જ્ઞાતિય લગ્નો જેવા સામાજીક મુદાઓને આવરી ‘સમાધાન પંચ’ની રચના કરવામાં આવી હતી. રાજપૂતાણીઓનાં આ અધિવેશનમાં મુખ્ય અતિથિ હીઝ હાઈનેસ રાસેશ્વરી રાજલક્ષ્મીદેવી ઓફ જેસલમેર (રાજસ્થાન) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે સમારંભના અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહજી પરમારે જણાવ્યું હતુ કે,રાજપૂત સમાજની આન-બાન અને શાન જાળવવાવાળા સંસ્કારો અને સંસ્કૃતિનુ જતન કરવા રાજપૂતાણીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તો રાજપૂતાણીઓનાં સિધ્ધાંતો, વાણી, વર્તન અને પહેરવેશના કારણે આમસમાજમાં એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. તો સમય સાથે તાલમિલાવી સમાજની બહેનોએ પણ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિ કરીને વિકાસ સાધ્યો છે. જો કે આ વિકાસ સાથે સામાજીક વિનાશ ન આવે તે માટે ચર્ચા કરી નિર્ણયો લઈ અને ચોકકસ રણનીતિ નકકી કરવાનો આશય અને ધ્યેય સાથે રાજપૂતાણી મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવેલું હતું.

રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન

રાજપૂત સંસ્કૃતિને સંસ્કારમાં રાજપૂતાણીનો બહુ મોટો ફાળો છે. રાજપૂતાણી થકી રાજપૂત સંસ્કૃતિ ટકી રહી છે. આ તકે શારદાબા જાડેજા જયશ્રીબા જાડેજા, હીનાબા બી.ગોહિલ, હંસીનીબા જાડેજા, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ઈલાબા જાડેજા તથા ગીતાબા ચુડાસમાનો આ અધિવેશમાં સિંહ ફાળો રહયો હતો.

અહીં મહત્વનું છે કે આ અધિવેશનમાં 25 વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહી કુટુંબ તેમજ પરિવારની નાની મોટી જવાબદારી સંભાળનાર 11 રાજપૂતાણીઓનું નારીત્નથી સન્માન કરવામાં આવ્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details