નવરાત્રી એટલે માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ...હિન્દૂ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે નવરાત્રી નવ દિવસ માતાજીની ભક્તિ સાથે ગરબે ઘુમવાનું પણ પરંપરાગત મહત્વ રહેલું છે. ત્યારે નાના ભૂલકાઓથી લઇ યુવતીઓ, મહિલાઓ અને યુવાનો પણ નવરાત્રીમાં ગરબે રમવા આતુર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે સુરેન્દ્રનગરના ખેલૈયાઓ અવનવા સ્ટેપ અને ગરબાની સ્ટાઇલ શીખવા માટે અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં જતા હોય છે.
સુરેન્દ્રનગરમાં નવરાત્રી માટે ખેલૈયાઓ ધૂમ મચાવવા તૈયાર - Rajkot Ideal Gujarati Garba Classes
સુરેન્દ્રનગરઃ માઁ જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રી. જેને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓ પણ નવરાત્રીમાં મનમૂકીને માતાજીના ગરબે રમવા થનગની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ખેલૈયાઓ માટે વિવિધ સ્ટાઇલ અને સ્ટેપ શીખવા માટે ઘર આંગણે જ ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખી રહ્યા હતા.
સુરેન્દ્રનગરના ખેલૈયાઓને શહેરમાં જ અવનવા ગરબા અને સ્ટેપ શીખવા મળે તેવા હેતુથી શહેરના 80 ફૂટ રોડ પર આઇડિયલ ગુજરાતી ગરબા કલાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ અવનવા ગરબાના સ્ટેપ્સ શીખી અને નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યા હતા. આ વર્ષે સાલસા, છોગારા તારા, વેસ્ટર્ન ગરબા, પાવર ગરબા સહિતના સ્ટેપ યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો તેની સાથે એક તાલી, ત્રણ તાલી, દોઢિયુ, પંચિયું, પોપટીયું વગેરે સ્ટાઈલોમાં પણ અવનવા સ્ટેપ શીખી રહ્યા છે. જયારે ઝાલાવાડના ખેલૈયાઓ વધુ સારી રીતે નવરાત્રીની મજા માણી શકે તે માટે બહારગામના પ્રતિષ્ઠિત ટ્રેઈનર પણ શીખડાવવા આવે છે. આમ ઝાલાવાડના ખેલૈયાઓ પણ નવરાત્રીના પર્વ પર ગરબે રમવા આતુર છે. અને તમામ તૈયારીઓ કરી ચુક્યા છે. જયારે આ પ્રકારના આયોજનથી ખેલૈયાઓમાં આનંદ જોવા મળ્યો હતો.