ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો

સુરેન્દ્રનગર:જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે આ પરિસ્થિતીમાંથી સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જ્યાં ખેડૂતોને સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ જગતના તાતને હજુ દુર દુર સુધી વિમા કંપની પ્રિમીયમ ચુકવશે કે નહીં તેના એંધાણ પણ દેખાતા નથી.

જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો

By

Published : Nov 21, 2019, 4:49 AM IST

રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરી દેવામાં આવી છે. પરંતુ વીમા કંપની પાસેથી પ્રિમિયમ ક્યારે મળશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઇ બેઠા છે. ખેડૂતોને પિમિયમનું વળતર ન મળતા રવી પાકવી વાવણીમાં પણ મુશ્કેલી ઉભી થઇ છે, ત્યારે ચોમાસુ પુરુ થયાને એક મહિના જેટલો સમય થવા છતા પણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેથી ખેડૂતોને સરકાર અને કંપની વચ્ચે કોઇ મીલી ભગત હોય તેવુ લાગી રહ્યું છે.

જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો

વીમાં કંપની દ્વારા અપાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો સંપર્ક સાધતા તેને જવાબ મળતો નથી, ત્યારે જિલ્લામાં કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને ધાસચારો સહિતના પાકનું ઉત્પાદન થાય છે. પરંતુ, ચોમાસા દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે જગતના તાતની ચિંતા વધારી હતી, ત્યારે રવી પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવાનું હતું પરંતુ, કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરીસ્થીતી ઉત્પન્ન થઇ છે. કમોસમી વરસાદને કારણે ખેતરનાં ચારે તરફ પાણી હોવાને કારણે રવી પાકનું વાવેતર શક્ય નથી. જેના પગલે હાલ તો જિલ્લાના ખેડૂતો રોષ ઠાલવી રહ્યાં છે. વીમા કંપની દ્વારા પિમિયમ કાપી લેવામાં આવે છે પરંતુ તેનુ વળતર આપવામાં કંપની ઠાગાઠૈયા કરે છે, ત્યારે આગામી સમયમાં ખેડૂતો રવી પાકનું વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી જેથી સરકાર દ્વારા આ પરિસ્થિતિને ધ્યાને લઇને વીમાં કંપની પર કડક કાર્યવાહી કરી ખેડૂતોવે તાત્કાલિક અસરથી વળતર ચુકવવુ જોઇએ જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જગતનો તાત ઉગ્ર આંદોલન કરવા મજબુર બની જાય તો તેમા કોઇ નવાઇ નથી, ત્યારે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details