ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા
ચુડા:સુરેન્દ્રનગરમાં લાબા વિરામ બાદ ફરી એકવાર મેધારાજાનું આગમન થયું છે.ત્યારે ચુડા તાલુકામાં બે દીવસ પહેલા પડેલા વરસાદને કારણે ભારે મુશ્કેલી સજાઇ હતી. ત્યારે એક જ રાત્રમાં પડેલા 85 મીમી વરસાદને કારણે અનેક નાળા ભરાઇ ગયા હતા.ત્યારે સુરેન્દ્રનગરના કંથારીયા અને સોનઠા વચ્ચે 5 થી 6 નાળા આવે છે તેની હજુ પણ પાણી વહી રહ્યા છે. ત્યારે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ગોલશાણા ગામમાં ઉપરવાસમાં વરસાદને કારણે જે પાળા આવેલા છે તે તુટતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.તેમજ કંથારીયાથી સોનઠા તરફ રોડ પર પણ ઠેકઠેકાણે પાણી ભરયા હતા.
ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા
ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. મેઘરાજાના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો. વરસાદ પડતાં ઉકળાટ અને બફારામાંથી લોકોએ રાહતનો દમ લીધો. ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા.વરસાદી પાણી ભરાતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી.