ગઈ કાલે રાત્રે વન વિભાગ દ્વારા રેડિયો કોલરીંગ કરવામાં આવ્યું છે. આ ઇમેન્ટ રેડિયો કોલર વીથ GPS છે, જેની બેટરી અંદાજીત આશરે 1.5 વર્ષ ચાલે તેટલી છે. જેથી તમના લોકેશન વિશે ડિપાર્ટમેન્ટને સચોટ માહિતી મળશે. જેથી સિંહોના મુવમેન્ટનો અભ્યાસ તેમજ મોનીટરીંગ થઇ શકશે, જો તેની મુવમેન્ટ એકદમ બંધ થઇ જાય તો ત્વરીત એકશન લઇ શકાશે.
ચોટીલામાં સિંહોના મોનીટરીંગ માટે વન વિભાગ દ્વારા રેડિયો કોલર લગાવાયા સિંહના લોકેશન મેળવી તેનું મોનીટરીંગ કરવાની સાથે સાથે વન વિભાગ દ્વારા સિંહ પ્રભાવિત વિસ્તારમાં જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 1000થી વધુ લોકો સાથે સીધો સંપર્ક કરી તેમને સિંહ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે અને જનમાનસ પરીવર્તન કરવામાં વન વિભાગના કર્મચારીઓએ અથાગ મહેનત કરી સફળતા મેળવેલ છે.
વન વિભાગ દ્વારા કરેલા કાર્યોની નોંધ સુરેન્દ્રનગર કલેકટર કે. રાજેશ દ્વારા લેવામાં આવી છે. તેમણે વન વિભાગની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ બાબતે એસ.કે. શ્રીવાસ્તવ, મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ દ્વારા સતત માર્ગદર્શન પુરા પાડવામાં આવ્યા છે. સાસણથી આવેલી ટીમના વેટેનરી ડો. ડી.પી. સોલંકી સોહીલભાઇ (ટ્રેકર), હીતેશભાઇ (ટ્રેકર),ઇસ્માઇભાઇ (ટ્રેકર), વીરાભાઇ (ટ્રેકર), હનીફભાઇ(ટ્રેકર), દિવ્યેશભાઇ ડ્રાઇવર, પ્રવિણભાઇ ડ્રાઇવર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક સાસણગીર તથા નાયબ વન સંરક્ષક મોરબીનો પણ તેમના સહયોગ બદલ આભાર માનવામાં આવ્યો છે.
ગ્રામજનો પાસે વન વિભાગની અપેક્ષા
- Wild life protection act - 1972માં સિંહને schedule – 1ના વન્યપ્રાણી તરીકે રક્ષણ આપવામાં આવ્યું છે. તેને પજવવો, ચીડવવું, પરેશાન કરવો વગેરે સજાપાત્ર ગુનો બને છે. આથી સિંહોને છંછેડવા નહી.
- સિંહ અંગેના ખોટા વીડિયો વાયરલ કરવા નહી અન્યથા ખોટી અફવાથી ભય ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- લોકોનું ટોળું લઈને સિંહ જોવા જવું નહીં.
- સિંહોની હાજરી ગામની આસપાસ હોય ત્યારે માલ ઢોરને ખુલ્લામાં બાંધવા નહીં.
- સિંહોએ નિલ ગાય, ભૂંડનું કે રેઢીયાળ ઢોરનું ખેતરમાં કે સીમમાં મારણ કર્યું હોય તો ગામમાં એના વિશેની માહિતી ફેલાવી નહીં.
- ખેતરમાં સિંહ હોય તો પણ ગામમાં વાત ફેલાવી નહીં, કેમ કે આવી માહિતીથી અમુક લોકો સિંહને જોવા જતા હોય છે અને ઘણી વખત સિંહને ખલેલ પહોંચાડતા હોય છે. આવા છંછેડાએલા સિંહો ઘણી વખત હુમલો કરી શકે છે.
- ગીરની આસપાસ રહેતા ખેડૂતો સિંહ ખેતરમાં હોવાની માહિતી અન્ય ગ્રામજનોને નથી આપતા. કેમ કે ખેડૂતોએ આપેલી માહિતીથી બીજા લોકો સિંહ જોવા જાય છે અને સિંહને છંછેડે તો બીજા દિવસે છંછેડાએલા સિંહ ખેડૂત પર હુમલો કરી શકે છે.
- રાત્રીના સિંહ મારણ ખાતા હોય ત્યારે તેના પર લાઈટ કરીને અથવા ગાડી લઈને નજીક જવું નહી.
- જો માલિકીના માલઢોરનું સિંહ મારણ કરે અથવા બીમાર કે ઘવાયેલા સિંહ દેખાય તો વન વિભાગની કર્મચારીઓને આ બાબતની જાણ કરવી.
- વનવિભાગ સિંહ પ્રભાવિત વિસ્તારના ખેડૂતોને પોતાના ખેતરની ફરતે લગાવેલી તાર ફેન્સિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર ન કરવા માટે વિનંતી કરી છે.