ગુજરાત

gujarat

ETV Bharat / state

વઢવાણ લીમડી હાઈવે પર સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના પ્રશ્ને ચક્કાજામ - Sanjay Pandya

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર 9 વિસ્તારમાં વરસાદી પાણીના પ્રશ્નને લઇને સ્થાનિક રહીશો અને કોંગ્રેસ આગેવાનો દ્વારા વઢવાણ લીંબડી હાઇવે પાસે ચક્કાજામ કર્યો હતો.

વઢવાણ લીમડી હાઈવે પર સ્થાનિકો દ્વારા વરસાદી પાણી પ્રશ્નેચક્કાજામ
વઢવાણ લીમડી હાઈવે પર સ્થાનિકો દ્વારા વરસાદી પાણી પ્રશ્નેચક્કાજામ

By

Published : Aug 20, 2020, 11:02 PM IST

સુરેન્દ્રનગરઃ વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર 9માં આવેલા ખાણ વિસ્તાર માલધારી ચોક ગંગાનગર વાવ અને ખાટકી વાસ વિસ્તાર સહિતના રહેણાક વિસ્તારમાં રોડ રસ્તા અને વરસાદી પાણી અને ગટરના પાણી ઉભરાતા સ્થાનિક રહીશો અને કોંગ્રેસ આગેવાનો દ્વારા વઢવાણ લીંબડી હાઇવે પાસે ચક્કાજામ કર્યો હતો અને હવે પર બંને સાઇડ વાહનોની કતાર લાગી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

ચક્કાજામના પગલે પોલીસ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કોંગ્રેસ આગેવાન સતીશ ગમારા વિક્રમભાઈ દવે આગેવાનો સાથે ચર્ચા કરીને આ વિસ્તારના વરસાદી પાણી અને ગટરના પાણીને નિકાલ માટે યોગ્ય કરવા ખાતરી આપી હતી, ત્યારબાદ વાહન વ્યવહાર પુનઃ ચાલુ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details