ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિધ્ધ તરણેતર મેળાની તડામાર તૈયારીઓ શરૂ - પોલીસ વિભાગ

સુરેન્દ્રનગરઃ થાનગઢ પાસે ત્રીનેશ્વર મહાદેવના મંદિરની ભૂમી પર ભાદરવ સુદ ત્રીજથી લઈને છઠ સુધી મેળો યોજાય છે. આ વિશ્વ પ્રસિદ્ધ મેળો 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. જે મેળામાં લાખો લોકો આવી અને મેળાની મોજ માણે શકે તે માટે સરકાર દ્રારા અલગ અલગ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.

tarnetar

By

Published : Aug 31, 2019, 1:34 PM IST

આગામી 1 સપ્ટેમ્બરથી વિશ્વ પ્રસિધ્ધ તરણેતર મેળોની શરૂઆત થશે. મેળામાં કબડ્ડી, ખોખો, દોડ, દોરદા ખેંચ,કુસ્તી અને રાસ મંડળી વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાય છે. આ મેળો દિવસ અને રાત ચોવીસ કલાક ચાલે છે. મંદિરના પટાંગણમાં આવેલા કુંડમાં પાંચમના દિવસે સ્નાનનું મહત્વ હોય છે. જેથી આ કુંડમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન પણ કરે છે. આ વખતે સરકાર દ્વારા પ્લાસ્ટીક મુક્ત મેળો યોજાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. મેળામાં લોકોને આવવા તેમજ જવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા પણ પુરી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિધ્ધ તરણેતર મેળાની તડામાર તૈયારી

લોકોની સલામતી માટે મેળામાં પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે. જેમાં ત્રણ SRPની ટૂકડી તેમજ 10 DYSP, 25 PI, 85 PSI સાથે કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવશે. લોકોની સલામતી જળવાઈ રહે સાથે ટ્રાફિકની સમસ્યા ન ઉભી થાય તે ખૂબ જરૂરી છે. સરકારના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, ટુરિઝમ, પોલીસ વિભાગ કાર્યરત થયા છે. આ મેળો માણવા માટે ગામોગામથી લોકો આવે તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details