ગુજરાત

gujarat

ETV Bharat / state

ડૉક્ટટોની બેદરકારી, ચોટીલામાં પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત - Surendranagar

સુરેન્દ્રનગર: આમ તો તબીબો દ્વારા બેદરકારી દાખવવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. થોડા દિવસ અગાઉ સુરત સિવિલ હૉસ્પિટલની ઘટના સામે આવી હતી. તો અમદાવાદની વીએસ હૉસ્પિટલમાં પણ પાટો કાપતી વેળા બાળકીની આંગળી કાપી નાંખવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે ચોટીલામાં ફરી એક વાર તબીબોની બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં ડૉક્ટોરોની બેદરકારીને પગલે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવી ચૂકી છે.

મૃતક મહિલા

By

Published : Jun 7, 2019, 11:33 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલાના ગુંદા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 28 વર્ષની પરિણીતા વસંતબેન સામતભાઈ મકવાણાને ડિલિવરી માટે ચોટીલાના સાર્વજનિક દવાખાને લઇ જવામાં આવી હતી. જ્યાં બપોર સુધી પ્રસૂતિ ન થતા પરિવારજનોએ ડૉક્ટરને ખાનગી હૉસ્પિટલમાં લઇ જવાની વાત કરી હતી. જે બાદ 3.30 કલાક દરમિયાન તેઓને લેબર રૂમમાં લઈ જવાતા સારવાર દરમિયાન વસંતબેનનું બાળક સાથે મૃત્યું થયું હતું. જેને પગલે વસંતબેનના પરિવાર દ્વારા ડૉક્ટરોની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જ્યારે મૃતકની પાર્થિવ શરિરને ફૉરેન્સિક પૉસ્ટમૉર્ટમ લઇ જવામાં આવી હતી. સાથે જ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details