સુરેન્દ્રનગરરાજ્યમાં અકસ્માતોની ઘટનાઓ અટકી રહી નથી, હજુ થોડા દિવસ પહેલા (Accident on Kanpar Patiya) કચ્છમાં ST બસના અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરના પાટીયા પાસે ફરી એકવાર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ થતા આસપાસમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. અકસ્માત થતા તાત્કાલીક 108ને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસને જાણ થતાં બનાવ સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Limdi Ahmedabad highway accident)
હાઈવે પર અકસ્માત થતા કમકમાટી ભર્યા 3 લોકોનો મૃત્યુ - accident Death in Surendranagar
લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા સનસનાટી (Accident on Kanpar Patia) ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Limdi Ahmedabad highway accident
શું હતી ધટના લીમડી, અમદાવાદ હાઈવે પર અવારનવાર અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુ નીપજ્યા છે, ત્યારે આજે વહેલી સવારે લીમડી આવ્યા પર આવેલ કાનપરના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલડમ્પર પાછળઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને 108 મારફતે લીમડી અને ત્યારબાદ વધુ સારવારની જરૂર પડી હતી. તેથી સુરેન્દ્રનગર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિ અમદાવાદ તરફથી આવતા હતા. જેમાં એક વ્યક્તિ જામનગર એક રાજકોટને એક લીંબડી તાલુકાના પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે, અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દર્શન સર્જાયા હતા, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી કરી અને ટ્રાફિક પુનઃ ચાલુ કરાયો અને પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. તેમજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી. Police Investigation Accident Case in Surendranagar, Tempo travel accident on Ahmedabad highway, accident Death in Surendranagar, Accident News in Gujarat