ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં જંતુનાશક દવાનો નિકાલ કોણે કર્યો, તપાસના ચક્રો ગતિમાન - ગંભીર ગુનો

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ ( Narmada Canal in Surendranagar ) માં જંતુનાશક દવાનો જથ્થાનો નિકાલ ( Pesticide Dumped in Narmada Canal ) કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. નર્મદા વિભાગ, પોલીસ અને પ્રદૂષણ વિભાગની ટીમે કેનાલમાંથી જથ્થો બહાર કાઢી પાણીના સેમ્પલ લઇ વધુ તપાસ ( Police investigation Start ) હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં જંતુનાશક દવાનો નિકાલ કોણે કર્યો, તપાસના ચક્રો ગતિમાન
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં જંતુનાશક દવાનો નિકાલ કોણે કર્યો, તપાસના ચક્રો ગતિમાન

By

Published : Oct 14, 2022, 9:55 PM IST

સુરેન્દ્રનગર જિલ્લાના મુળચંદ ગામ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ( Narmada Canal in Surendranagar ) માં કોઇ શખ્સ દ્વારા મોટી માત્રામાં જંતુનાશક દવાના જથ્થાનો નિકાલ ( Pesticide Dumped in Narmada Canal ) કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. નર્મદા વિભાગ, પોલીસ અને પ્રદૂષણ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ટીમ દ્વારા કેનાલમાંથી દવાનો જથ્થો બહાર કાઢી પાણીના સેમ્પલ લઇને વધુ તપાસ ( Police investigation Start ) હાથ ધરવામાં આવી હતી.

કેનાલમાંથી જથ્થો બહાર કાઢી પાણીના સેમ્પલ લઇ વધુ તપાસ શરુ

સ્થાનિકો જાણ કરીલોકોએ કેનાલમાં પડેલો દવાનો જથ્થો ( Pesticide Dumped in Narmada Canal )જોઇને તંત્રને જાણ કરતા તાત્કાલિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. સૌપ્રથમ તમામ જંતુનાશક દવાનો જથ્થો ફાયરની ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. સાથે પાણીમાં જંતુનાશક દવા વધુ ન ભળે તે માટે તાત્કાલિક પાણીની આવક બંધ કરવા કેનાલના બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતાં અને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. કેનાલ દ્વારા પાણી ધોળીધજા ડેમમ‍ાં ઠાલવવામાં આવતુ હોય દવા પાણીમાં ભળી જત‍ાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો હતો.

તપાસના ચક્રો ગતિમાનપ્રાથમિક રિપોર્ટમાં પાણીના સેમ્પલમાં કોઇ વાંધાજનક મળી આવ્યું ન હતુ. જે જગ્યાએથી દવાનો જથ્થો મળી આવ્યો તેની આસપાસનું પાણી કાળું પડી ગયેલુ જોવા મળ્યું છે. તંત્રની પ્રાથમિક તપાસમાં તમામ દવાઓ એક્સપાઇરી ડેટની હોવાની વિગતો બહાર આવી છે. આ દવાનો જથ્થો કોનો છે શા માટે કેનાલમાં નિકાલ ( Pesticide Dumped in Narmada Canal )કરવામાં આવ્યો તે સહિતની બાબતો અંગે તંત્ર દ્વારા હાલ તપાસના ચક્રો ગતિમાન ( Police investigation Start ) કરવામાં આવ્યા છે.

કડક કાર્યવાહી કરવાના આદેશકેનાલમાં જંતુનાશક દવાનો નિકાલ કરવો ( Pesticide Dumped in Narmada Canal ) તે ગંભીર ગુનો હોય દવાનો જથ્થો નાખનાર શખ્સ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરી દેવામાં આવ્યા છે. તંત્રના અધિકારીઓએ સમગ્ર મામલે કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમે વધુ તપાસ ( Police investigation Start ) હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details