- દેગામ અને ગેડીયા ગામની સીમમાંથી 5 શખ્સોને ગેરકાયદેસર દેશી મઝરલોડ 7 સીંગલ બેરલ બંદૂક સાથે ઝડપી પાડયા
- તમામ શખ્સો સહીત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- પાટડી તાલુકામાં ગેરકાયદેસર હથિયારો સાથે 5 શખ્સો રંગેહાથ ઝડપાયા
પાટડી: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી હથિયારો સાથે શખ્સો ઝડપી પડવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) પોલીસે જિલ્લા પોલીસવડાની સુચનાથી ગેરકાયદેસર દેશી હથિયારો સહિત આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં જિલ્લાના પાટડી તાલુકાના અમુક વિસ્તારોમાં ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગેડીયા તેમજ દેગામ ગામની સીમમાં ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર દેશી હથિયારો સાથે પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
દેગામ અને ગેડીયા ગામની સીમમાંથી 5 શખ્સોને ગેરકાયદેસર દેશી મઝરલોડ 7 સીંગલ બેરલ બંદૂક સાથે ઝડપી પાડયા
પાટડી પંથકમાં અમુક શખ્સો ગેરકાયદેસર હથિયારો રાખતા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા અને Dysp એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) PI ડી.એમ.ઢોલ, PSI વી.આર.જાડેજા સહીતની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવી પાટડી તાલુકાના ગેડીયા ગામની કેનાલ અને સીમમાં દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો : હથિયારના ચોર સામે કાર્યવાહીઃ 3 પિસ્તોલ સહિત 256 કારતૂસ મળી આવ્યા