પ્રાપ્ત વિગતો અનુસાર, ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસરે નોકરી બાબતે ત્રાસ આપતા નર્સે મોતને વ્હાલુ કર્યાની ફરીયાદ નોંધાવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ડોક્ટરના ત્રાસથી નર્સે મોતને વહાલુ કર્યું - Vijay bhatt
સુરેન્દ્રનગર: પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસના તાબામાં આવતા ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી નર્સે ગત તારીખ 24મી એપ્રિલે બપોરના સમયે વિસાવડી સબ સેન્ટર ખાતે કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરવાના ઇરાદે ગોળીયો ખાઇ લેતા બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે વિરમગામ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરાતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
મૃતક
બાદમાં અમદાવાદ હોસ્પિટલમાં આ મહિલાનું પોસ્ટ મોર્ટમ કરાવાયા ધામા ખાતે અંતિમ વિધી કરવામાં આવી હતી. બીજી બાજુ આ મૃતક મહિલાના પિતા કાળુભાઇ પરમારે ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.