સુરેન્દ્રનગરઃ જિલ્લામાં 10 લાખની વસ્તી સામે ફક્ત 100 જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આથી આશંકા પ્રબળ બની છે કે, સંખ્યા ઓછી દર્શાવવા વચ્ચે રાજ્ય સરકારનુ વલણ ઘાતક સમાન સાબિત થઈ શકે તેમ છે, આ મામલે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય ન્યાયાધીશને લેખિત રજૂઆત કરી છે.
કોરોના મહામારીની સ્થિતિમાં તંત્ર દ્વારા ઓછા પ્રમાણમાં ટેસ્ટીંગ કરાયાનો ધારાસભ્યનો આક્ષેપ - latest news of corona virus
હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે તેનો એકમાત્ર ઉપાય ટ્રેસિંગ અને ટેસ્ટિંગ તેમજ ટ્રીટમેન્ટ છે, રાજ્યમાં હાલ 10 લાખની વસ્તી સામે ફક્ત 600 જેટલા ટેસ્ટ થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 10 લાખની વસ્તી સામે ફક્ત 100 જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને દસાડાના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં તાત્કાલિક અસરથી જિલ્લાના તમામ સ્વાસ્થ્ય કર્મીઓ, હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ લોકો, ખાનગી તબીબો, જિલ્લાના પોલીસ કર્મીઓ, જિલ્લાના વહીવટી સક્રિય કર્મીઓ, પત્રકારો, સામાજિક કાર્યકરો, હોસ્પિટલના દર્દીઓ, શાકભાજી વેચતા લારી-ગલ્લા તેમજ દુકાનદાર ધારકો તેમજ કરિયાણાની દુકાન અને મેડિકલ સ્ટોર ધારકોની આ સ્થિતિમાં કોવીડ-19 ના પરીક્ષણો જરૂરી હોવાનું જણાવ્યું છે.