ગુજરાત

gujarat

ETV Bharat / state

અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન અવસરે સુરેન્દ્રનગરમાં મહા આરતી યોજાઇ - Vishwa Hindu Parishad

અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન અવસરે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગામડાઓના મુખ્ય મંદિરોમાં પણ પૂજન-અર્ચન અને મીઠાઇ વેચીને ભાવિકોએ મોં મીઠા કરી ઉજવણી કરી હતી.

રામ મંદિર ભૂમિપૂજન અવસરે સુરેન્દ્રનગરમાં મહા આરતી યોજાઇ
રામ મંદિર ભૂમિપૂજન અવસરે સુરેન્દ્રનગરમાં મહા આરતી યોજાઇ

By

Published : Aug 5, 2020, 10:51 PM IST

સુરેન્દ્રનગરઃ બુધવારના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન અવસરે દેશ સાથે રાજ્યમાં પણ હર્ષ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગામડાઓના મુખ્ય મંદિરોમાં મહા આરતી, ધૂન, પૂજન-અર્ચન અને મીઠાઇ વેચીને ભાવિકોએ મોં મીઠા કર્યા હતા.

તેના ભાગરૂપે સુરેન્દ્રનગરના માય મંદિર, જોરાવરનગર રામજી મંદિર, દુધરેજ વડવાળા મંદિર સહિત શહેરના મુખ્ય મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં ભાવિકો આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ ફટાકડા ફોડીને મોં મીઠા કરી આ અવસરને યાદગાર બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details