ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના મદારી સમુદાયના લોકોને ઘર વિહોણા થવાની બીક - Application

સુરેન્દ્રનગર:જિલ્લાના થાનગઢ પાસેના ધર્મેન્દ્રનગર રૂપાવટી રોડ પર રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના મદારી સમુદાયના 50થી વધુ પરિવારોના છાપરા તોડી પાડવાની તંત્રની મૌખિક સૂચનાથી પરિવારોએ બેઘર બનાવવાની ભિતી વ્યક્ત કરી છે. સરકારના આ પગલાથી 50 જેટલા લોકો ઘર વિહોણા થઇ જવાની આશંકાઓ વર્તાઇ રહી છે.

collectar

By

Published : Jul 10, 2019, 12:35 AM IST

આ બાબતે, મદારી સમૂદાયના લોકોએ સમર્થન મંચના નેજા હેઠળ વિચરતી જાતિની મહિલાઓએ કલેક્ટર કચેરીએ દોડી આવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

રજૂઆત કરતા પરિવારોએ આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરવા તેમજ પરિવારો બેઘરના બને તે બાબતને ધ્યાને લઇને અન્ય જગ્યાએ રહેણાંક સ્થળ ફાળવવાની રજૂઆત કરી.

ABOUT THE AUTHOR

...view details