ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો - સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પોલીસવડા દ્વારા ‘એક તક પોલીસને’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને પડતી વિવિધ સમસ્યાઓ અને લોકોને ન્યાય મળી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક હાજર રહ્યાં હતા. જેમણે  લોકોની સમસ્યાઓ સાંભળી તેનું ઝડપથી નિરાકરણ લાવવાનું વચન આપ્યું હતું.

Surendranagar
Surendranagar

By

Published : Jan 11, 2020, 10:16 PM IST

જિલ્લામાં વધતી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને લોકોને ન્યાય મળી રહે તે હેતુથી પોલીસે ‘એક તક પોલીસને’ નામનો લોકદરબાર યોજ્યો હતો. જેમાં જિલ્લાની હદમાં રહેતા લોકોએ રૂબરૂ આવીને વ્યાજના ચક્કરની, લાયસન્સ વિના નાણાં ધીરનાર સંસ્થાની અને ગરકાયદેસર કબજો જમાવી બેસનાર લોકાના ત્રાસ સહિતની અનેક સમસ્યાઓની રજૂઆત કરી હતી. જેની નોંધ લઈને પોલીસે તેનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

આ કાર્યક્રમ DSP કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભવન ખાતે સવારે 10:00થી સાંજના 5:00 કલાક સુધી યોજાયો હતો. જેમાં લોક દરબારમાં DYSP,LCB, SOG તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details