આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ, ધારાસભ્ય તેમજ વિવિધ રાજકીય આગેવાનો અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ સહ પરિવાર સાથે સાંસ્કૃતિક લોક ડાયરાનો આનંદ માણ્યો હતો. જ્યારે લોકડાયરા દરમિયાન વ્હાલી દીકરી, કુટુંબનિયોજન, દિકરી દત્તક, પાલક માતા પિતા, શ્રેષ્ઠ આશાવર્કર, શ્રેષ્ઠ આંગણવાડી જાહેર કરીને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ આ પ્રસંગે દિવ્યાંગ લગ્ન સહાય પેટે રૂપિયા એક લાખનો સહાય ચેક આપવામાં આવ્યો હતો.
'બેટી બચાવો બેટી પઢાવો' અંતર્ગત સુરેન્દ્રનગરમાં લોકડાયરાનું આયોજન કરાયું - બેટી બચાવો બેટી પઢાવો
સુરેન્દ્રનગર: વઢવાણ આનંદભવન જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંર્ગત સાંસ્કૃતિક લોકડાયરો યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા તથા બેટી બચાવો બેટી પઢાવો સેલ સહયોગ થકી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં દીકરી પ્રત્યે લોકજાગૃતિ આવે તેવા ઉદ્દેશથી લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન વઢવાણ આનંદભવન ખાતે કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર
આ ડાયરાના માધ્યમથી થનાર આવક બેટી બચાવો બેટી પઢાવોના કામમાં ઉપયોગ કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કલેક્ટરના કામથી પ્રભાવિત થઈને સરકારી કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત સમાજમાં લોકજાગૃતિ લાવાનો ગુજરાતમાં સૌપ્રથમ વખત પહેલ કરી હોવાની વાત કરી હતી. તેમજ આપઘાત અને દુષ્કર્મની સમસ્યાનો ઉકેલ લાવવા, તેમજ પાણી બચાવવા અને હવા પ્રદૂષણ રોકવા પણ ઉપસ્થિત લોકોને સમજ પૂરી પાડી હતી.