છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વોર્ડનં 11 સહિત અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. વરસાદી પાણીનો નિકાલ, ખખડેલા રસ્તાઓનું સમારકામ અને સફાઈ પણ કરવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિકો ડેન્ગ્યુ અને મલેરિયા જેવી જીવલેણ બીમારીનો ભોગ બની રહ્યાં છે.
સુરેન્દ્રનગર પાલિકાની લબાડ કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત, બંધના એલાનની કરી જાહેરાત - સુરેન્દ્રનગર પાલિકાની લબાડ કામગીરીથી ત્રસ્ત સ્થાનિકો
સુરેન્દ્રનગરઃ શહેરમાં પાલિકા તંત્રની લબાડ કામગીરીથી ત્રસ્ત થયેલાં રહીશોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી પાલિકા સફાઈ, વરસાદી પાણી નિકાલ અને બિસ્માર રસ્તાઓના સમારકામ અંગે કોઈ કામ કરતી નહોતી. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ તંત્રના વિરોધમાં સુરેન્દ્રનગરમાં બંધનુ એલાન જાહેર કર્યુ છે. સાથે તમામ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની ઉગ્ર માગ કરી હતી.
શહેરના મુખ્યમાર્ગોનું સમયસર સમારકામ થતું ન હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ રસ્તા પર રખડતાં ઢોર રાહદારીઓને અડફેટમાં લીધા હતા. જેમાં 6થી 7 લોકોનું મૃત્યુ થયું હતું. જે અંગે સ્થાનિકોએ તંત્રમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી શહેર કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારોના તમામ બજારો બંધ કારયા હતાં. તો દુકાનદારોએ સ્વયંભૂ પોતાનો ધંધો બંધ રાખ્યો હતો.
આમ, પાલિકાની લબાડ કામગીરીથી ત્રસ્ત રહીશો તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ભાજપના સ્થાનિક સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પાલિકાની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, "શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ક્યારેય જોવા મળ્યો નથી, અને શહેરમાં કોઈ જ સમસ્યા નથી."