સુરેન્દ્રનગર પંથકમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે, ત્યારે ખેડૂતો દ્વારા વાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સાયલામાં વીજળી પડતા એક પુરૂષ સહિત 2 મહિલા ઇજાગ્રસ્ત - GUJARATI NEWS
સુરેન્દ્રનગર: જિલ્લાનાં સાયલાના જસાપર ગામમાં વીજળી પડતા ખેતરમાં કામ કરતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
snr
સોમવારે રાત્રિથી જ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે. મંગળવારે સવારે સાયલાના જસાપર ગામે ખેડૂતના પરિવારજનો કામ કરી રહયા હતા, તે દરમિયાન ખેતરમાં વીજળી પડતા 2 મહિલા તથા 1 પુરુષને ઇજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.