સુરેન્દ્રનગરઃ જિલ્લાના મૂડી તાલુકાના આસુન્દ્રાળી ગામના ઉપ-સરપંચના પત્ની અને તેના ભાણેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 1100 લોકોની વસ્તી ધરાવતા ગામમાંથી 700 લોકો ગામ છોડીને ખેતર પર રહેવા માટે ચાલ્યા ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 2 દર્દીઓએ આપી કોરોનાને માત - Surendranagar
કોરોના વાઈરસ હવે શહેરથી ગામડાઓમાં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહૃાા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના ફેલાયો છે. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય તે માટે ગામના લોકો પોતાના ખેતર પર રહેવા જતા રહ્યા છે. 1100 લોકોની વસ્તી ધરાવતું ગામ હાલ ઉજ્જડ બની ગયું છે.
2 દર્દીઓએ કોરોનાને આપી માત
સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 3 લોકોએ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વહિવટી તંત્રની સારી દેખરેખ અને જિલ્લા કેલકટર સતત એક્ટિવ રહ્યા છે. બાકી રહેલા દર્દીઓને પણ સારી સારવારના પગલે ટુક સમયમાં આ લોકોનો રિપોર્ટ પણ નેગેટિવ આવવાના એંધાણ વર્તાય રહ્યા છે.