સુરેન્દ્રનગરઃ હેન્ડલુમ રોડ પર આવેલા ક્રિષ્ના મોબાઇલ નામની દુકાનમાં વર્ષ 2018માં દુકાનની છત તોડી 5 મોબાઇલ અને એસેસરીઝ સહિત રૂપિયા 25 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ અંગે એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કરતા સોનાપુર રોડ પર રહેતા રવિ જયંતિભાઇ ચોવીસીયાએ ચોરી કરી અમદાવાદ નાસી ગયો હોવાની વિગત મળી હતી.
સુરેન્દ્રનગરમાં LCBની ટીમે મોબાઇલ ચોરની ધરપકડ કરી - Surendranagar latest news
સુરેન્દ્રનગરમાં હેન્ડલુમ રોડ પર આવેલા ક્રિષ્ના મોબાઇલ નામની દુકાનમાં વર્ષ 2018માં દુકાનની છત તોડી 5 મોબાઇલ અને એસેસરીઝ સહિત રૂપિયા 25 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. જે રવિ ચોવીસીને પોલીસ ટીમે તેને દબોચી લીધો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં LCBની ટીમે મોબાઇલ ચોરની કરી ધરપકડ
રવિ ચોવીસી હાલ સોલાપુર રોડ પર આવવાનો હોવાની બાતમી મળતા પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન રવિ ચોવીસી ત્યાંથી પસાર થતા પોલીસ ટીમે તેને દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરીના બે મોબાઇલ પણ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.