વઢવાણ: વઢવાણના કોળીપરા અને ખારાઘોઢા સીમ વિસ્તારમાં દેશીદારૂ વેંચાતો હોવાની બાતમીના આધારે LCBએ અચાનક રેડ પાડી દેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
વઢવાણ LCBએ રેડ પાડી દેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો - News of desi liquor being sold
વઢવાણના કોળીપરા અને ખારાઘોઢા સીમ વિસ્તારમાં દેશીદારૂ વેંચાતો હોવાની બાતમીના આધારે LCBએ અચાનક રેડ પાડી દેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
અહીંના કોળીપરામાં રહેતા જયેશ મનસુખભાઈ કોળી પોતાના રહેણાંક મકાનમાં દેશીદારૂનું વેંચાણ કરતો હોવાની LCBને બાતમી મળી હતી. જેમાં પોલીસે રેડ દરમિયાન 185 લીટર દેશીદારૂ, બજાર કિંમત રૂપિયા 3700નો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે દેશીદારુનું વેંચાણ કરતો શખ્શ જયેશ મનસુખભાઈ કોળી LCBને મળ્યો નહતો. જેની સામે વઢવાણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સિવાય ખારાઘોઢા દૂધેલી સીમ વિસ્તારમાં પણ LCBએ રેડ પાડી હતી. જ્યાં દેશીદારૂ બનાવવાનો 1100 લીટર જથ્થો તથા દેશીદારુ 10 લીટર મળીને કુલ રૂપિયા 2400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.