લખતર તાલુકાના લીલાપુર કેસરિયા ગામ વચ્ચે આવેલી સીમ જમીનમાં પાડવા માલધારીઓ આવ્યા હતા ત્યારે ખેતરમાં એરંડાના પાન ખાતા 50થી વધુ ઘેટાઓને ઝેરી અસર થતા મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સુરેન્દ્રનગરમાં એરંડાના પાન ખાવાથી 50થી વધુ ઘેટાના મોત - SNR
સુરેન્દ્રનગર: લખતર તાલુકાના લીલાપુર કેસરિયા ગામ વચ્ચે આવેલી સીમ જમીનમાં માલધારીઓ આવ્યા હતા, ત્યારે ખેતરમાં એરંડાના પાન ખાવાથી 50થી વધુ ઘેટાઓને ઝેરી અસર થતા મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સ્પોટ ફોટો
લખતરથી 10 કિલોમીટર દૂર આવેલ લીલાપુર કેસરિયા ગામ વચ્ચેના ખેતરોમાં ઉભા એરંડામાં કચ્છના માલધારીઓના ઘેટા ચરતા હતા, ત્યારે કેટલાક ઘેટાઓને ઝેરી અસર થતા ટપોટપ પડવા લાગ્યા. જેથી આ માલધારીઓ લખતર પશુ ચિકિત્સક પાસે દોડી આવ્યા હતા. માલધારીઓના 50થી વધુ ઘેટાઓના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. આ બનાવની જાણ થતાં લગતા નાયબ મામલતદાર શંકરલાલ ભૂસડિયા પશુચિકિત્સક સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.