ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને કુંવરજી બાવળીયાએ યોજી બેઠક - Gujarat

સુરેન્દ્રનગર: જિલ્લા પાણી પુરવઠા અધિકારી અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ પાણીને લઇ બેઠક યોજી હતી. જેમાં અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી કેવી રીતે પહોંચાડવું અને લોકો જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનું નિવારણ કેમ કરવું તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની બાજુમાં આવેલા સંપની મુલાકાત લીધી હતી અને ત્યાંથી થાનગઢ, મૂળી અને વાંકાનેરના લોકોને પાણી મળી રહે તે માટે અધિકારી સાથે ચર્ચા કરી હતી.

રધાન કુવરજી બાવળીયાએ યોજી બેઠક,પાણી પુરવઠા અધિકારી સાથે કરી ચર્ચા

By

Published : Jun 15, 2019, 2:31 AM IST

કુંવરજી બાવળીયાએ આ અંગે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઈને મોરબી જવાનું હતો પરંતુ થાનગઢ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી જિલ્લા પાણી પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરવાની હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે.

રધાન કુવરજી બાવળીયાએ યોજી બેઠક,પાણી પુરવઠા અધિકારી સાથે કરી ચર્ચા

ABOUT THE AUTHOR

...view details