ધ્રાંગધ્રા અભ્યારણમાં ફાયિરંગ થતાં ત્રણ ઘુડખરના મોત - ઘુડખર અભયારણ્ય
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં કુડા કોપરણી ગામ નજીક રણમાં ઘુડખર અભ્યારણ આવેલું છે. જેમાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરની હત્યા કરતા ચકચાર મચી હતી.હાલ, આ ઘટનાની તપાસ ચાલું છે. પણ ફાયરીંગ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

અભયારણ્યમાં ફાયિરંગ દ્વારા ત્રણ ઘુડખરની હત્યા કરતા ચકચાર
ગુજરાતમાં નાના રણ તરીકે ઓળખાતાં એકમાત્ર ઘુડખર અભ્યારણમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 3 ઘુડખરની મોત થઈ હતી. ઘટનાની જાણ થતાં ઘુડખર અભ્યારણના અધિકારી અને પોલીસ સ્ટાફ તેમજ પશુ ડૉક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ અધિકારીઓ દ્વારા રણની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. છતાં ફાયરિંગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ધ્રાંગધ્રા અભ્યારણમાં ફાયિરંગ થતાં ત્રણ ઘુડખરના મોત