- ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા 24 વર્ષીય જવાન શહીદ
- જહાજના પંખામાં આવી જતાં થયા હતા ઈજાગ્રસ્ત
- સારવાર દરમિયાન થયુ નિધન
સુરેન્દ્રનગર: જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામમાં રહેતા હરેકૃષ્ણ પટેલના પુત્ર કુલદીપ પટેલ ભારતીય નૌ સેનાનાં જહાજ INS બ્રહ્મપુત્રામાં પોરબંદરથી મુંબઈ રડાર પર ફરજ બજાવતા હતા. જોકે, ફરજ દરમિયાન રાજધાની કોનસી ન મળતા તેની મરામત કરવા ગયા હતા, તે દરમિયાન અગમ્ય કારણોસર જહાજના પંખામાં આવી જતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.
ભારતીય સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું
ત્યારબાદ તેમના પ્રાર્થીવ દેહને તેમના માદરે વતન લીલાપુર ગામમાં લાવવામાં આવ્યું હતું. જ્યા ગામ લોકોએ વીર શહીદ કુલદીપ પટેલ અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે તેમને અંતિમ વિદાય આપી હતી. ભારતીય સેનાના જવાનોએ લેફ્ટટર્ન પ્રતીકની આગેવાનીમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.