ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના થાનમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા - Gujarari news

સુરેન્દ્રનગર: જિલ્લાના એક ગામમાં ભત્રીજાએ કાકાને કુહાડીના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે, ત્યારે ગામમાં ઘટનાને લઇ ખળભળાટ મચી ગયો છે.  જો કે, શા કારણથી ભત્રીજાએ કાકાનો વેરી બન્યો હતો તે હજુ જાણવા મળ્યું નથી. પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીને કડક સજા કરવાની માગ ગ્રામજનો કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરના થાનમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા

By

Published : Jun 14, 2019, 11:39 AM IST

થાનમાં રહેતા પ્રકાશભાઇ પરમારના ભત્રીજાએ કુહાડીના ઘા મારી કાકાની હત્યા કરી છે. જ્યારે સુરેશભાઇને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના ગામમાં ફેલાતાં સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતા. ગ્રામજનોએ પીપળાવાળા ચોકમાં મૃતદેહને મૂકીને તેનો અસ્વીકાર કરી આરોપીઓને પકડવાની માંગ કરી હતી. તો બીજી તરફ ગામમાં લોકોએ ટાયર સળગાવીને ઘટનાનો વિરોધ કર્યો હતો.

સુરેન્દ્રનગરના થાનમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા

ગ્રામજનોએ પોલીસે પાસેથી આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડી જેલ ભેગા કરવાની બાહેંધરી લીધા બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. તે બાદ મૃતદેહની અંતિમવિધી કરી હતી. આમ, સમાજમાં સંબંધોની ખોટી છાપ ઉભી કરનારા આરોપીને પકડવા માટેની માંગ ઉગ્ર બની છે.

ABOUT THE AUTHOR

...view details