ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિનની કરાઇ ઊજવણી - Gujarat

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસે આઈ.કે.જાડેજાના હસ્તે પ્રાથમિક સભ્ય નોંધણીની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ થકી સભ્ચ વધારવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં કાર્યકરો લોકો પાસે જઇને તેમને સભ્ય બનવા માટે સમજાવતા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરમાં ડૉ.શ્યામાપ્રસાદ મુર્ખજીનો જન્મદિન ઉજવાયો

By

Published : Jul 7, 2019, 2:22 PM IST

Updated : Jul 7, 2019, 3:19 PM IST

સમ્રગ દેશની અંદર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મદિવસના રોજ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર મેડીકલ હોલ ખાતે આઈ.કે .જાડેજા.(પ્રદેશઉપપ્રમુખ શ્રી) દ્વારા સભ્ય નોંધણીની શરૂઆત કરાઇ હતી. આઈ.કે જાડેજા જણાવ્યું હતું કે, " ભારતીય જતના પાર્ટીના કાર્યકરો દ્વારા સદસ્યતા અભિયાન યોજવામાં આવ્યું છે." આમ, શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિને અંતર્ગત કાર્યકરો લોકો સુધી પહોંચી સભ્ય બનાવી અને સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવતા હતાં. તેમજ તેમની પાસે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં ડૉ.શ્યામાપ્રસાદ મુર્ખજીનો જન્મદિન ઉજવાયો

આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ દીલીપ ભાઈ પટેલ, નગરપાલિકા પાલિકાના પ્રમુખ વિપીન ભાઈ ટોળીયા, પૂવૅ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, વર્ષા બેનદોશી સહિત મહામંત્રી અને આગેવાનો તેમજ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Last Updated : Jul 7, 2019, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details