આજથી 20 વર્ષ પહેલા પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે કારગિલ યુદ્ધ થયું હતું. આજે પણ સમગ્ર દેશના રુવાડા ઉભા કરી નાખે તે રીતે આ દિવસને અનુભવવામાં આવે છે. આખું વિશ્વ આ દિવસેનેે આદર સાથે યાદ કરે છે.
કારગિલ યુદ્ધને 26 જુલાઇ એટલે કે, આજે રોજના 20 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 26 જુલાઇ 1999ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચોકીની કમાન સંભાળીને યુદ્ધને જીત અપાવી હતી. ઓપરેશનના વિજયની યાદમાં 26 જુલાઇને કારગિલ વિજય દિવસનું નામ આપવામાં આવ્યું હતું.
કારગિલ ડેમો બતાવીને શહિદોને કરાયા યાદ પાકિસ્તાની ઘુસણખોરો દ્વારા ભારત પાસેથી ચોકી પડાવી લેવામાં આવી હતી. પરંતુ તેના પર જવાનોએ કમાન રાખીને જીતી લીધી હતી. કારગિલ યુદ્ધ 60થી પણ વધુ દિવસ માટે લડવામાં આવ્યું હતું.
ત્યારે સુરેન્દ્રનગરની એમ.પી. શાહ સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કારગિલ યુદ્ધ લડનાર લદાખી શેર સુબેદાર મેજર સેતાન નામગીયાલ 26NCC બટાલીયનમાં સામેલ હતા. જે હાલ NCCના કેડેટ્સોને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં કારગિલ યુદ્ધનો ડેમો આપવામાં આવ્યો હતો.
20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ લડનાર મેજરની ઉપસ્થિતીમાં સુરેન્દ્રનગરમાં યોજાયો કારગિલ દિવસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.રાજેશ અને નગરપાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોળીયાની હાજરીમાં કારગિલ ડેમો બતાડવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ જનતાની આંખોમાં અશ્રુ આવી ગયા હતા. કારગિલ વિજય દિવસની ઉજવણી કરીને તમામ શહિદ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા.