- ધ્રાંગધ્રા શહેરમાં 20 દિવસ પહેલા ધોળા દિવસે થઈ હતી ઘરફોડ ચોરી
- સીટી પોલીસ સ્ટેશનમાં ચોરી થયાની નોંધાઈ હતી ફરિયાદ
- ઘરના મોભીની પત્ની અને મિત્રએ કરી હતી ચોરી
સુરેન્દ્રનગરઃ જિલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં 20 દિવસ પહેલા ધોળા દિવસે ઘરફોડ ચોરી થઈ હતી. આ ઘરફોડ ચોરીની ઘટનામાં 12 લાખથી વધુની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ ધોળા દિવસે ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ જેવા પોશ વિસ્તારમાં ચોરીની મોટી ઘટનાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં ફેલાઈ ગયા હતા. ધોળા દિવસે થયેલી ચોરીના સમાચાર સાંભળી લોકોમાં ચોરોના ફફડાટ ફેલાયો હતો. આની સાથે ચોરી કરતા તત્વોને તાત્કાલિક ઝડપી પાડવા લોકોની તીવ્ર માંગ પણ ઉઠવા પામી હતી.
સીટી પોલીસે ગણતરીના દિવસોમાં જ 12 લાકથી વધુની ચોરીનો ભેદ ઉકેલ્યો
ત્યાર બાદ સીટી પોલીસ માટે દિવસે ચોરીને અંજામ આપતા ઘરફોડ ચોરોને પડકવા એક ચેલેન્જ બની ગઈ હતી. આથી ધ્રાંગધ્રા DySp આર.બી દેવધાની સુચનાઓને ધ્યાનમાં રાખીને પી.આઈ. દ્વારા તપાસ કરવામાં આવી હતી, આ પોલીસ તપાસમાં ગણતરીના દિવસોમાં જ 12 લાખથી વધુ રૂપિયાની ચોરીને અંજામ આપનારા ઘરના ફરિયાદીની પત્ની અને એનો મિત્ર બંને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.