સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો સન્માન સમારોહ યોજાયો - latest news of gujarat
શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વઢવાણ ખાતે બજેટની સમીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં બદલાયેલા વિવિધ સ્લેબ, ઇન્કમટેક્ષનું માળખું વગેરેની વિગતવાર માહિતી ગુજરાતના અગ્રણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુનિલ તલાટી દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝાલાવાડના ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓના નામનો ડંકો વગાડનાર હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું મોમેન્ટો આપી અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર: વઢવાણની સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજેટની સમીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ સુનિલ તલાટીએ બજેટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેશ શાહે શાબ્દીક પ્રવચન સાથે કરી હતી. ત્યારબાદ ચેમ્બરના પૂર્વ પ્રમુખ પુલીન ત્રિવેદી દ્વારા કીનોટ સ્પીકર સુનિલ ત્રિવેદીનો પરિચય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડૉ.જગદીશ ત્રિવેદી દ્વારા ઝાલાવાડના ગૌરવ અને ઝાલાવાડની ધરતી પર રહીને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓના નામનો ડંકો વગાડનારા અને તાજેતરમાં 'પદ્મશ્રી'નું સન્માન પ્રાપ્ત કરનારા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો પરિચય આપવામાં આવ્યો હતો. તેમને 'પદ્મશ્રી'નું સન્માન મળવા બદલ ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેશ શાહ અને કારોબારીની ટીમ દ્વારા મોમેન્ટો અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બરના મંત્રી મયુર ત્રિવેદી, ખજાનચી ઇશ્વરલાલ ઝાલા, કારોબારીની સમગ્ર ટીમ, વિવિધ એસોસીએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપરસ્થિત રહ્યા હતા.