ગુજરાત

gujarat

ETV Bharat / state

તંત્રના ભૂગર્ભ ગટર યોજનાના કરોડો રૂપિયા પાણીમાં વહ્યા - SNR

સુરેન્દ્રનગરઃ શહેરમાં માઇમંદિર રોડ પર આવેલી મારવાડી લાઇનમાં તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે પાણી વિતરણ સમયે જે પાણીનો વેડફાટ થાય છે તેમા ગટરના ગંદા પાણી ભળી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટર યોજનાના કરોડો રૂપિયા ગટરમાં

By

Published : Jul 20, 2019, 1:47 PM IST

સુરેન્દ્રનગર શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ ભૂગર્ભ ગટર યોજના પાછળ કરવામાં આવ્યો છે. પરંતુ આ રૂપિયા પણ જાણે ગટરમાં વહી ગયા હોય તેવી સ્થતિ સર્જાઇ છે. શહેરના વોર્ડ નંબર-3માં આવેલી મારવાડી લાઇનમાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટર યોજનાના કરોડો રૂપિયા ગટરમાં

પાલિકા દ્વારા જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે અમુક સમયે લાઇન લીકેજ કે વધુ સમય પાણી આવતા રસ્તા પર પાણી ફરી વળે છે. પરંતુ આ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થાન ન હોવાના કારણે શેરીમાં જ પાણી ભરાયેલા રહે છે. તેમજ સતત પાણી ભરાઇ રહેતા માખી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે. આથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર કાર્યરત કરી તેમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details