ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રાંગધ્રામાં 2 જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ, સમગ્ર જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ - Dhrangadhra City Police

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બુધવારે મોડી રાત્રે અલગ અલગ જ્ઞાતિના જૂથો વચ્ચે અથડામણ (Group clash in Dhrangadhra Surendranagar) થઈ હતી. અહીં ટોળાના સમજાવવા ગયેલી પોલીસ (Surendranagar police) પર પણ એક જૂથના ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે 20 ટિયર ગેસ (tear gas shell) છોડવા પડ્યા હતા. જોકે, અત્યારે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security at Surendranagar) ગોઠવી દેવામાં આવ્યો છે.

ધ્રાંગધ્રામાં 2 જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ, સમગ્ર જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ
ધ્રાંગધ્રામાં 2 જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ, સમગ્ર જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ

By

Published : Sep 30, 2022, 12:15 PM IST

સુરેન્દ્રનગરજિલ્લાના ધ્રાંગધ્રા ખાતે બુધવારે મોડી રાત્રે અલગ અલગ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ (Group clash in Dhrangadhra Surendranagar) હતી. તેના કારણે જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં (Police Security at Surendranagar) આવ્યો છે. અહીં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થતાં પોલીસ ઘટનાસ્થળે (Surendranagar police) પહોંચી હતી.

2 જ્ઞાતિના લોકો આવી ગયા સામસામે

3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત પોલીસે અહીં આવીને 2 ટોળાને સમજાવ્યા હતા. તેમ છતાં એક જૂથના ડોળાએ પોલીસ પર હુમલો (Surendranagar police) કર્યો હતો. તેના કારણે PI સહિત 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત (police injured in surendranagar) થયા હતા. જ્યારે ટોળાના વિખેરવા માટે પોલીસે 20 ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. અત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ને બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

દેવચરાડી ગામની ઘટના જિલ્લાના દેવચરાડી ગામે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિની હત્યાના બનાવનો મામલો હજી શ‍ાંત નથી પડ્યો. ત્યાં ધ્રાંગધ્રા શહેરમાં ફરી બે જૂથ વચ્ચે અથડામણની (Group clash in Dhrangadhra Surendranagar) ઘટના સામે આવી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે મોચીવાડ વિસ્તારમાં 2 અલગ અલગ જ્ઞાતિના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં બંને યુવકોના સમાજના ટોળા સામસામે આવી ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર પથ્થરમારો કરતા વાતાવરણ (Surendranagar Crime News) તંગ બની ગયું હતુ.

આખા જિલ્લાની પોલીસ એક જગ્યાએ ધ્રાંગધ્રા સિટી પોલીસને (Dhrangadhra City Police) આ ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે (Surendranagar police) દોડી ગયો હતો, પરંતુ 200થી વધુ લોકોના ટોળાને કાબૂમાં લેવા માટે સુરેન્દ્રનગર LCB, SOG સહિત સમગ્ર જિલ્લાની પોલીસ ધ્રાંગધ્રા ખાતે તહેનાત કરી દેવાઈ હતી. તેમ છતાં ટોળા ન વિખેરાતા પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા એક જૂથના ટોળાએ પોલીસ પર (Surendranagar police) હુમલો કરી દીધો હતો, જેમ‍ાં ધ્રાંગધ્રા પીઆઈ સહિત કુલ 3 પોલીસ કર્મચારીઓ (police released tear gas) ઈજાગ્રસ્ત થયા હતાં.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પોલીસ પર હુમલાના બનાવને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પણ ધ્રાંગધ્રા ખાતે દોડી ગયા હતાં. અંતે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેમ જ 20 જેટલા ટીયર ગેસના સેલ (tear gas shell) પણ છોડવામાં આવ્યા હતાં. જૂથ અથડામણ મામલે (Group clash in Dhrangadhra Surendranagar) ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન (Dhrangadhra City Police) ખાતે કુલ 24 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે શહેરમાં બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે, પણ શહેરમાં હજી અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details