ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં GEB સાતમા પગારનું એલાઉન્સ ચૂકવવા રજૂઆત કરાઈ - ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ

સુરેન્દ્રનગર : ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંધ GEB એન્જિનિયર્સ એશોસીએશન દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

etv bharat

By

Published : Nov 9, 2019, 5:19 AM IST

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સાથે સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા 55 હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક લાભ જેવા કે, સાતમા વેતન પંચની અમલવારી બાદ મળવાપાત્ર અને એલાઉન્સ ચુકવવા બાબત તેમજ સ્ટાફ મંજૂર કરી તાત્કાલિક ભરતી કરવા બાબત, આ ઉપરાંત હાલની મેડિકલ સ્કીમ સુધારવી, હક્ક રજાના પૈસા રોકડા ચૂકવી આપવા, નોન ટેકનિકલ કેડરમાં સીધી ભરતી બંધ કરવી, ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવું, ટેકનીકલ કર્મચારીઓ અને જોખમી કામગીરી સામે રિસ્ક એલાઉન્સ આપવા સહિતની બાબતે છેલ્લા બે વર્ષથી કોઈ સકારાત્મક નિરાકરણ ન આવતા ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કર્મચારીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી.

જી. ઈ. બી. સાતમા પગારનું એલાઉન્સ ચૂકવવા રજૂઆત

આથી આ મામલે સકારાત્મક નિરાકરણ ન આવતા સુરેન્દ્રનગરમાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ GEB એન્જીનિયર્સ એસોસિએશનના નેજા હેઠળ કર્મચારીઓએ સુરેન્દ્રનગર અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને યોગ્ય સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આ મામલે આગામી તારીખ 14 નવેમ્બરના રોજ ગુજરાતની તમામ ડિસ્કોમ, પાવર સ્ટેશન અને જેટકોના કર્મચારીઓ તેમજ અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરી જઈ વિરોધ પ્રદર્શિત કરનાર હોવાની રજૂઆતના અંતે ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details