સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લામાં મોટાપાયે અગરિયાઓ દ્વારા તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. દેશ વિદેશમાં અગરિયાઓ દ્વારા પકવેલ મીઠું મોકલવામાં આવે છે. અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી અને મીઠુ પકવવાની પ્રક્રિયા સમજી હતી. અગરિયાઓની મીઠું પકવવાની આખી પ્રક્રિયાને સમજીને એમની સાથે સંવાદ કર્યો હતો.
હિલેરી ક્લિન્ટનએ કરી મુલાકાત:સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના રણમાં મોટાપાયે અગરિયાઓ દ્વારા રણમાં વસવાટ કરી મીઠુ પકવવામાં આવે છે. અગરિયાઓ રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી મીઠાનુ ઉત્પાદન કરે છે અને મીઠાને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. તેમજ દેશમાં સૌથી વધુ મીઠાનુ ઉત્પાદન સુરેન્દ્રનગર જીલ્લામા થાય છે ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી. જ્યાં અગરિયાઓની મીઠું પકવવાની આખી પ્રક્રિયાને સમજીને એમની સાથે સંવાદ કર્યો હતો.
50 મિલિયનનું ફંડ:અગરિયાઓને રણમા પડતી તકલીફો અને સમસ્યાઓ વિશે તેમજ સરકાર દ્વારા અગરિયાઓને આપવામા આવતી સુવિધાઓ અને સહાય અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. અગરિયાઓના રહેઠાણ, તેમની જીવનશૈલી વિશે પણ જાણકારી મેળવી હતી અને ખુબ પ્રભાવિત થયા હતા. સાથે હાલ સમગ્ર વિશ્વમાં ક્લાયમેન્ટ ચેન્જની છે જેના કારણે પર્યાવરણ નુકશાન થઈ રહ્યું છે. જેને બચાવવા માટે આપણે આગળ આવવું પડશે. અમારી સંસ્થા તે માટે કાર્ય કરવા આગળ આવી છે. આ સંસ્થા દ્વારા 50 મિલિયનનું ફંડ ઉભું કરીને આ કાર્ય આગળ કરવામાં આવનાર છે.