ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરાયું - CU Shah Pragyanakshu Mahila Seva Kunj in Surendranagar

સુરેન્દ્રનગર: શહેરના પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોના હિતાર્થે ચાલતી સંસ્થા સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં જયેશભાઇ એન. પંડ્યા(જંગર વાળા)એ સંસ્થા પરિસરમાં નિઃશુલ્ક ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરીને સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી છે.

surendranagar
સુરેન્દ્રનગર

By

Published : Jan 4, 2020, 10:16 AM IST

પ્રજ્ઞાચક્ષુ બાળાઓ અને માતાજીના નાનકડા પરિવાર માટે ભાગવત સપ્તાહ યોજીને સંસ્થા પરિસરમાં વસતા તમામ પિતૃઓના તર્પણ માટે અનોખી પહેલ કરી છે. ત્યારે શ્રી જયેશભાઇના પિતૃઓને પણ તેમના આ શુભ કાર્યથી આનંદ થશે તે નિર્વિવાદ સત્ય છે. જયેશભાઈ વિશાળ સમુદાય માટે અનેક સપ્તાહ યોજી ચૂક્યા છે. હાલમાં તા. 28 ડિસેમ્બરથી તા. 3 ડિસેમ્બર દરમિયાન તેઓ બપોરના 3થી 6 દરમિયાન સંસ્થા પરિસરમાં વસતા તમામ અંતેવાસીઓ, કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ ભારતભૂમિ પર થયેલા અદભૂત ચરિત્રનું જીવન દર્શન કરાવીને અનોખો જ્ઞાન લાભ આપી રહ્યા છે.

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે પ્રથમવાર શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરાયુ

તેમની સાથે તેમના સજીંદાઓ, સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય સહયોગીઓએ પણ જોડાઇને સંસ્થા પરીસરને અનોખા લાભ પુરા પાડ્યા છે. આ શુભકાર્ય કરીને જયેશભાઈએ જગતને તો ત્યાગવાનો બોધ આપ્યો જ છે પણ તેને પોતે પણ સંસ્થા પરિવાર માટે અનોખી ત્યાગ ભાવના દર્શાવી જગતને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. સંસ્થા પરિસરની તમામ નેત્રહિન બાળાઓ તેમના દ્વારા કરાતા ભરતી રસના પાનથી ખૂબ પ્રસન્ન છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details