જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ધ્રાંગધ્રામાં આવેલ જૈના મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ નામની ખાનગી હોસ્પિટલની અંદર ડૉ. પ્રજ્ઞેશ ખેડાવાલાએ એજન્ટ દ્વારા ગર્ભ પરીક્ષણ માટે આવેલ મહિલાને બોલાવી હતી. મહિલા પાસેથી રૂપિયા 22000 હજાર લઈને ગર્ભ પરિક્ષણ કરી આપ્યુ હતું. આ પ્રેકટીશ કાયદાની વિરુદ્વમાં હોવાથી આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં ગર્ભ પરિક્ષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પોલીસે ડૉકટરની કરી ધરપકડ - Latest news of Surendranagar
સુરેન્દ્રનગર: દેશ અને રાજ્યમાં દીકરી બચાવવા માટે સરકાર દ્વારા જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજાઈ છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે. સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણનો બનાવ સામે આવ્યો હતો.
Surendranagar
આ પ્રકારનું પરિક્ષણ આ હોસ્પિટલમાં થતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળી હતી. શનિવારે સાંજે જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા તપાસ કરતા અને અગાઉ એજન્ટ સાથે થયેલી વાત મુજબ હોસ્પિટલમાં એક સગર્ભા માતાને મોકલાવાઈ હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતા ડૉ.ખેડાવાલા ગર્ભ પરિક્ષણ કરતાં રંગે હાથે ઝડપાયા હતા. પોલીસે અને આરોગ્ય વિભાગે હોસ્પિટલ અને ડૉકટર સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.