ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા LDR પરીક્ષા મુદ્દે ઉપવાસ આંદોલન - Surendranagar District All Maladhari community

સુરેન્દ્રનગર: છેલ્લા ધણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી તે માટે સરકાર દ્વારા વિવિધ પરીક્ષા લેવામાં આવે છે, પરંતુ બિનસચિવાલય, લોકરક્ષક પરીક્ષાને લઈને વિવાદ જોવા મળી રહ્યાં છે. જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે.

surendranagar
સુરેન્દ્રનગર

By

Published : Dec 14, 2019, 4:57 PM IST

ગીર ગઢડા અને પોરબંદર જિલ્લામાં માલધારી સમાજના યુવાનોએ અગાઉ LRDની પરીક્ષા આપી હતી. જેમાં પ્રથમ તબક્કામાં જાહેર થયેલ પરિણામમાં મેરીટ સાથેનું પરિણામ જાહેર થયું હતું. બાદમાં પરીક્ષાના નવા જાહેર થયેલ પરિણામમાં નોકરી વાંચ્છુક માલધારી યુવકોની પસંદગી યાદીમાંથી બાદબાકી થતા આ બાબતે માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન છેડયુ
આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા લોક રક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાય સામે જંગ છેડીને જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. જેમાં રબારી, ભરવાડ, ચારણ, આહિર સહિત માલધારી સમાજના લોકોએ અધિકાર માટે ઉપવાસ આંદોલન કરતા અનેક ધાર્મિક જગ્યાના સંતો મહંતો તેમજ વિવિધ સંસ્થાઓએ પણ ટેકો જાહેર કર્યો છે. સમસ્ત માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરતા આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તેમજ આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહી આવે તો ગાંધીનગર તરફ પણ આંદોલન છેડાશે.

ABOUT THE AUTHOR

...view details