ગુજરાત

gujarat

ETV Bharat / state

LD-2 માઈનોર નર્મદા કેનાલનું કામ પૂર્ણ ન થતા ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યું આવેદન - khedduut avedaan

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દેદાદરા ગામની LD-2 માઈનોર નર્મદા કેનાલનું અધૂરું કામ પૂરું કરી આપવાની માંગ સાથે ત્રણ ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જિલ્લાના દેદાદરા, ઝમર અને ભડવાણા ગામના ખેડૂત આગેવાનોએ કલેક્ટર કે.રાજેશને આવેદન પત્ર પાઠવ્યું હતું.

સુરેન્દ્રનગરના દેદાદરા L.D.2 માઈનોર નર્મદા કેનાલનું કામ પૂરું ન થતા ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.

By

Published : Jul 18, 2019, 12:24 PM IST

આ માઇનોર કેનાલનું લગભગ 100થી 125 મીટરનું કામ બાકી છે, જે ત્રણ દિવસમાં પૂરું થઇ શકે તેમ છે, છતાં માઇનોર કેનાલનું કામ પૂરું ન કરીને પાણી છોડવામાં ન આવતા ત્રણેય ગામો માટે ખેતી પાકના સિંચાઈ પાણીનો પ્રશ્ન બળવતર બન્યો છે. હાલ આ પંથકમાં કપાસ, તલ, જુવાર,અડદ જેવા પાકો વરસાદ ન હોવાના કારણે પાક સુકાઈ રહ્યાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી.

સુરેન્દ્રનગરના દેદાદરા L.D.2 માઈનોર નર્મદા કેનાલનું કામ પૂરું ન થતા ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.

આથી આ માઇનોર કેનાલનું અધૂરું કામ પૂરું કરી પાણી છોડવાની ખેડૂતોએ માગ ઉઠાવી છે, તેમ છતા આ કેનાલના અધુરા કામ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details