સુરેન્દ્રનગર: ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી ન મળતા રોષે ભરાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો (Farmers Protest In Surendranagar)એ બળદગાડા સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ ખોખો રમીને અનોખી રીતે વિરોધ કર્યો હતો. તેમજ સરકાર દ્વારા આ મામલે 24 કલાકમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રાજ્યવ્યાપી આંદોલન (Farmers Protest In Gujarat) કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
બળદગાડામાં રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું-ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં 2 કલાક (Power Supply For Agriculture In Gujarat)નો ઘટાડો કરવાના સરકારના નિર્ણયની સામે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ (Electricity In Gujarat) સાથે બળદગાડા સાથે રેલી યોજી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી (collector office surendranagar) સુધી બળદગાડામાં રેલી યોજી કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો:8 Hours Electricity Demand : ખેતીને લગતા વીજ પુરવઠાના સરકારી દાવાની પોલ ખોલતા જૂનાગઢના ખેડૂતો