સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર 2 દિવસમાં નુકસાનીની અરજી સ્વીકારવા જણાવ્યું હતું. પરંતુ, 48 કલાકમાં વીમા કંપનીએ અરજી ન સ્વીકારતા ખેડૂતો પાક વીમાની અરજી કરવામાં વંચિત થઈ ગયા હતાં. જેથી જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં, ત્યારે કલેક્ટરે ખેડૂતોને સમર્થન આપ્યુ હતું.
સુરેન્દ્રનગર પાક વીમાની સમય મર્યાદા વધારવા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા - સુરેન્દ્રનગર ન્યૂઝ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખેડૂતોને પાકવીમાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીમા કંપનીએ વીમા અરજી ન સ્વીકારતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતાં, ત્યારે જિલ્લા કલેકટરે ખેડૂતોને વ્હારે આવીને વીમા કંપનીને પાક વીમાની અરજી સ્વીકાર કરવાનો આદેશ કર્યો હતો. જેના કારણે વીમા કંપનીને પાક વીમાની અરજી સ્વીકારવાની ફરજ પડી હતી. સાથે જ અરજીઓ સ્વીકારવા માટેની સમયમર્યાદા વધારવામાં આવી હતી. જેથી જિલ્લાભરના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
સુરેન્દ્રનગર પાક વીમાની સમય મર્યાદા વધારવા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
આમ, જિલ્લા કલેક્ટર દ્વારા પાક વીમા વળતરની અરજી સ્વીકાર માટે 2 દિવસનો વધારો કર્યો છે. જેની જાણકારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચના અપાઈ હતી, ત્યારબાદ વઢવાણ અને ધ્રાંગધ્રા સહિત તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. આમ, પાકવીમા અંગે મળતી રાહતના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.