સુરેન્દ્રનગર જિલ્લામાં મહા વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ જિલ્લામાં પડતા ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ, જાર, બાજરી, તલ, લીલા શાકભાજી અને કઠોરનુ વાવેતર કરવામાં આવે છે. વધારે વરસાદના કારણે ખેડૂતો એમ પણ મુશ્કેલીમાં હતા, ત્યારે કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાને કારણે ખેડૂતોની સ્થિતિ અતિ કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે પડેલ 8 ઈંચ વરસાદને કારણે ખેડૂતોનો બચેલ પાક પણ નિષ્ફળ ગયો.છે. જિલ્લામાં સોથી વધારે લિબંડી, ચુડા, સાયલા, મૂળી, થાનગઢ ચોટીલામા વધારે વરસાદ પડયો છે, જ્યારે જિલ્લાના બીજા તાલુકામાં પણ છુટાછવાયા વરસાદને કારણે ખેડૂતોની આશા પણ ફરી વળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી
સુરેન્દ્રનગરઃ સમગ્ર ગુજરાતમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી છે, ત્યારે સુરેન્દ્રનગરમા પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી સુરેન્દ્રનગર જીલ્લામાં પહેલીથી જ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ સજૉઈ છે. ત્યારે ફરી મહા વાવાઝોડા ને કારણે વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદને કારણે ખેતરમાં પાણીને કારણે બચેલ પાક પણ નિષ્ફળ ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ કમોસમી વરસાદને લઈને જિલ્લાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ખેતરમાં મોધા ભાવના ખાતર,બિયારણ, દવાઓ,સહિત ટ્રેકટર તેમજ અન્ય ખચૅ થઇને વીધે 15થી 20 હજારનો ખચૅ થયો છે. તેમજ ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાક તો નિષ્ફળ ગયો પરંતુ ખેડૂતો હાલ તેઓએ લીધેલ પાક ધીરાણ પણ ચુકવી શકે એ પરિસ્થિતિમાં નથી. તેથી ખેડૂતો પોતાના પાક વીમા કરતા પાક ધીરાણ માફ કરવાની માંગ કરી રહયા છે.
- સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક
- વિસ્તાર:-636137
- જિલ્લામાં થયેલ વાવેતર:-603032